‘જય રણછોડ’ના નાદ સાથે દ્વારકા પહોંચતા ભાવિકો શ્રીજી સંગે હોળી રમવા અધીરા

પદયાત્રીઓ માટે ઠેર-ઠેર વિવિધ સેવાઓ કેમ્પો ઉપલબ્ધ : “દ્વારકામાં કોણ છે, રાજા રણછોડ છે “ના નાદ સાથે પદયાત્રા માર્ગ ગુંજી ઉઠ્યો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : રંગોના ઉત્સવ ફૂલડોલ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઘણા દિવસોથી નીકળેલા પદયાત્રીઓ હવે દ્વારકા પહોંચવા લાગ્યા છે.કાળિયા ઠાકોરના દર્શન માટે લાખો પદયાત્રીઓ અધીરા બન્યા છે.દ્વારકા તરફના તમામ માર્ગો પર એક જ શોર માખણચોરનો નાદ સાંભળવા મળે છે. અનેક પદયાત્રીઓને કાનુડાના દર્શન થાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. “દ્વારકામાં કોણ છે, રાજા રણછોડ છે “ના નાદ સાથે ભાવિકોમાં અનેરો આનંદ જોવા મળે છે.

હોળી ઉત્સવ એટલે લાખોની સંખ્યામાં હજારો કિલોમીટર કાપી રાજાધિરાજના દર્શનએ લાખો પદયાત્રીઓ આવે છે.હજુ ફૂલડોલ ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે.વિશાળ સંખ્યામાં ફૂલડોલ ઉત્સવ કાનુડા સાથે ઉજવવા પદયાત્રીઓ આવી રહ્યા છે.દ્વારકા આવતા તમામ માર્ગો પર ભક્તિના સુર રેલાઈ રહ્યા છે.જગત મંદિરમાં ભાવિકો સારી રીતે દર્શન કરી શકે તે માટે બેરીકેટીંગ બાંધી દેવાયા છે.ઠેર ઠેર સેવાના કેમ્પોમાં ચાય નાસ્તો,ભોજન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.ફ્રૂટ ચોકલેટ અને ખાસ કરીને આયુર્વેદિક કેમ્પ જેમાં આવતા પદયાત્રીઓ માટે પગ ચાંપીથી લઇ મેડિકલ કેમ્પો અને ભોજન કૅમ્પોમાં પદયાત્રીઓને આગ્રહ કરી સેવા કરવામાં આવી રહી છે.

દ્વારકા આવેલ પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક અને અનેક અન્ય સેવાભાવીઓ ઘણા દિવસોથી ખડેપગે સેવા બજાવી રહ્યા છે. “દ્વારકામાં કોણ છે, રાજા રણછોડ છે “ના નાદ સાથે હજારો કિલોમીટર કાપી આવતા પદયાત્રીઓ માટે રસ્તામાં જ ડી.જે ના તાલે રાસોત્સવ જેવા પણ આયોજનો આ દર વખતની જેમ કરવામાં આવ્યા છે.દ્વારકાથી થોડે દૂર કાનુડાના રાસમાં મશગુલ મહિલાઓ,બાળકો,વૃદ્ધો,પદયાત્રીઓ કાનાના રાસ કીર્તન કરી પોતાનો થાક ઉતારે છે.આવા દશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.જય રણછોડનો નાદ હાથમાં પોટલાં અને ધ્વજાઓ સાથે અનેક સંઘો ભગવાનને રથમાં પોતાની સાથે લઈ નીકળ્યા છે.

આગામી તા.૧૮નાં રોજ જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ રંગે રમીને તો કોઈ પૂનમના ભગવાનના દર્શન કરવા પગે ચાલી દ્વારકા તરફ જઈ રહ્યા છે.દ્વારકામાં હોળી ઉત્સવ અને ફુલડોલ ઉત્સવ કરવા પદયાત્રીઓનો પ્રવાહ છેલ્લા વર્ષોમાં વધ્યો હતો.તેનાથી બમણો વધી રહ્યો છે.કારણ કે આગલા વર્ષોમાં દ્વારકાના દ્વાર ભક્તો માટે બંધ હતા.આ માટે આ વર્ષ બમણી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા આવી રહ્યા છે.પદયાત્રીઓ જેટલું જ પુણ્ય સેવાભાવી લોકો સંસ્થાઓ પણ કમાય રહ્યા છે.