ગરમી મેં ભી ઠંડી કા એહસાસ : ખંભાળિયા પંથકમાં આજે સવારે ઝાકળ ઉતરી આવતા લોકોએ અનુભવી ગુલાબી ઠંડી

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ગરમી મેં ભી ઠંડી કા એહસાસની જેમ ખંભાળિયા પંથકમાં આજે સવારે ઝાકળ ઉતરી આવતા લોકોએ ગુલાબી ઠંડી અનુભવી છે.

ગ્રીસમાં ઋતુના પ્રારંભે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પાત્ર પ્રમાણ વધ્યું છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ઉનાળાના પ્રારંભે આ નોંધપાત્ર ગરમી વચ્ચે ખંભાળિયા પંથકમાં આજરોજ સવારે ઝાંકળ ઉતરી આવી હતી. સવારે આશરે આઠેક વાગ્યે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા ગુલાબી ઠંડી ભર્યો માહોલ છવાયો હતો. બદલાયેલા આ વાતાવરણમાં લોકોને સવારે પંખાની પણ જરૂરત ન રહી હતી.

અનેક મોટા શહેરો હાલ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ખંભાળિયા પંથકમાં માફકસર વાતાવરણ લોકો અનુભવી રહ્યા છે. અને હજુ સુધી એસી વગર પણ ચાલી શકે છે.