ખંભાળિયાના દાતા ગામે ભાજપના પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના આજરોજ જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા માલધારી સેલ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

આ અંતર્ગત પ્રદેશ ભાજપના અભિયાન “કુપોષણથી સુપોષણ તરફ એકદમ” અંતર્ગત દાતા ગામે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ગઢવી, ખંભાળિયા તાલુકા ભાજપ મહામંત્રી રવજીભાઈ નકુમ તથા તાલુકા ભાજપ મંત્રી બલુભાઈ ગઢવી, જિલ્લા માલધારી સેલના સંયોજક રમેશભાઈ ટોયટા અને દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી અને દાતા ગામના ઉપસરપંચ રાજુભાઈ સરસીયા તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકોને દૂધની બોટલ, ફ્રુટ અને ચોકલેટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ભગવાન દ્વારકાધીશ નિરોગી અને લાંબુ આયુષ્ય અર્પે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.