ફરજ સાથે સેવા : બેટ દ્વારકામાં તૈનાત પોલીસ જવાનોના ભોજનની વ્યવસ્થા કરતી ઓખા મરીન પોલીસ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આવેલા બેટ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ફરજ બજાવતા પોલીસ જવાનોના જમવાની વ્યવસ્થા ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતા પોલીસે ફરજ સાથે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

યાત્રાધામ બેટ દ્વારકા ખાતે હોળી ઉત્સવ ઉજવવા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા બંદોબસ્ત જાળવવા 150 જેટલા પોલીસ જવાનો બેટ દ્વારકામાં ખડેપગે વ્યવસ્થા જાળવી રહ્યા છે. આ પોલીસ જવાનો માટે ત્રણ દિવસ સુધી જમવાની વ્યવસ્થા પી.એસ.આઈ. એમ. ડી. મકવાણા અને બેટનાં હેડ કો. સુરેશભાઈ વાનરિયા, ઓખા મરીન પોલીસ સ્ટેશન તરફથી સુંદર રીતે ગોઠવેલ છે.