દ્વારકાના અતિથિ ગૃહોને સ્વચ્છતા જાળવવા તંત્રની અપીલ

દ્વારકા : દ્વારકાના જગતમંદિરમાં ફુલડોલ મહોત્સવ ૨૦૨૨ની ઉજવણી કરવામાં આવશે. ત્યારે બહોળી સંખ્યાના યાત્રીકો દેશ-વિદેશમાંથી પધારી દ્વારકાધીશના દર્શનાર્થી બનશે. આવનાર યાત્રીકો ગેસ્ટ હાઉસ, અતિથી ગૃહ, હોટલ, લોજ કે ધર્મશાળામા ઉતરશે તો સંસ્થામાં સ્વચ્છતાનું ઉચ્ચતર ધોરણ જાળવવામા આવે તે અંગે નીચેના મુદાઓને અંગતલક્ષ આપવા જણાવવામાં આવી રહ્યું છે.

૧. પીવાના પાણીના ટાંકાઓની સાફ સફાઇ કરાવવી અને પાણી ભરવાના સાધનો સ્વચ્છ રાખવા. ક્લોરીનેશન યુક્ત પાણીનો જ પીવામા ઉપયોગ કરવાનો રહેશે.

૨. અખાધ્ય પદર્થોનો ઉપયોગમા ન લેવા, તાજા શાક્ભાજી ઉપયોગમા લેવા,વાસી ખોરાક ઉપયોગમા ન લેવો.

૩. હોટલ, લોજ, ધર્મશાળાના રસોઇ વિભાગના રૂમને સ્વચ્છ રાખવા.

૪. બાથરૂમ, સંડાસ, મુતરડીઓ નિયમીત સાફ સફાઇ કરાવવી / સ્વચ્છતા રાખવી.

૫. સંસ્થાનો કચરો એકત્રીત કરી ત્વરીત નિકાલ કરવો.

૬. સંસ્થામા કામગીરી કરતા કર્મચારીઓની અંગત સ્વચ્છતાની જાળવણી કરવી.

૭. સંસ્થા દ્વારા પાણીજન્ય રોગચાળો કે ફુડ પોઇઝનીંગના કેસો ઉદભવવા ન પામે તે માટે ખાસ કાળજી રાખવાની રહેશે.

ઉક્ત તમામ અગત્યના મુદાઓ ઉપર અંગતલક્ષ આપી આવનાર યાત્રિકોને તેમજ નગરજનોના આરોગ્યપ્રદ ધોરણની જાળવણી કરવા તથા આરોગ્ય કેન્દ્ર દ્વારા તપાસણી દરમ્યાન કોઇપણ ક્ષતી જોવા મળશે તો, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ લગત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.