(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ગઢકાનો યુવાન પરપ્રાંતીય શરાબ સાથે ઝડપાયો હતો.
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા રવિરાજ જમનભાઈ નકુમ નામના 19 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે જુવાનપુર ગામના પાટીયા પાસેથી પરપ્રાંતીય શરાબની એક બોટલ તથા 21 નંગ બિયરના ટીન ઉપરાંત 35 નંગ દારૂના ચપલા મળી કુલ રૂપિયા 6,120ની કિંમતના દારૂ તથા રૂપિયા 10,000 ની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 16,120 ના મુદામાલ સાથે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્થો તેણે હાલ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા સુનિલ સુમાતભાઈ કંડોરીયા નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.