ખંભાળિયામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

ખંભાળિયાના પોર ગેઈટ વિસ્તારમાં રહેતા ખીમા પબા ધારાણી નામના શખ્સે પોતાના ઘરમાં છુપાવીને રાખેલી રૂપિયા 28,800 ની કિંમતને 72 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન આરોપી શખ્સ ખીમા પબા ધારાણી આ સ્થળે મળી ન આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.