ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં પ્રદેશ ભાજપ પ્રમુખના જન્મદિનને દીકરીઓના વધામણા કરાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત પ્રદેશ અનુ. જાતિ મોરચાના પ્રમુખ ડો. પ્રદ્યુમન વાજાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે બુધવારે જન્મ લેનારી દીકરીઓનું અનુ. જાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રભારી દિપકભાઈ ચાવડા દ્વારા ચાંદીના સિક્કા આપીને અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર તથા ખંભાળિયા શહેર ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ લખુભાઈ ચાવડા સાથે ડો. હરીશ મટાણી, નર્સિંગ સ્ટાફ ગીતાબેન આહીર, ઋતુબેન ત્રિવેદી, દિલ્પેશ ચોપડાએ ઉપસ્થિત રહ્યા હતા.