દ્વારકામાં હોમગાર્ડઝ ઉમેદવારો માટે 24 માર્ચથી 10 એપ્રિલ સુધી રિફ્રુટમેન્ટ પરેડ યોજાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝમાં પસંદગી પામેલા ઉમેદવારોએ પરેડમાં હાજર રહેવા અંગે યાદી જાહેર કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝ દળમાં અલગ-અલગ યુનિટો ખાતે માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવી હતી. જેમાં મેરીટના આધારે પસંદગી પામેલા હોમગાર્ડઝ ઉમેદવારો માટે તા. 24 માર્ચથી 10 એપ્રિલના 18 દિવસ સુધી સવારે સાડા સાતથી બપોરે એક વાગ્યા સુધી રિફ્રુટમેન્ટ પરેડ યોજાનાર છે.

આ હોમગાર્ડઝ સભ્યોની ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને ઉપર મુજબની તારીખના રોજ જિલ્લાના પસંદગી પામેલા યુનિટો ખાતે અધિકારીનો સંપર્ક કરી, રિફ્રુટમેન્ટ પરેડમાં હાજર થવા માટે દેવભૂમિ દ્વારકાના જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગોપાલભાઈ નકુમની એક અખબારી યાદીમાં જણાવાયું છે.