ઓખામાં ઠેર-ઠેર હોલિકાદહન કરી હોળી પર્વની ઉજવણી

બજાર લાઈનમાં નેવી જવાનોના હસ્તે હોળી પ્રગટાવાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે અલગ અલગ સ્થળ ઉપર હોળી પ્રગટાવીમાં આવી હતી.

હોળીના પાવન પર્વ નિમિત્તે ઓખા ખાતે અલગ અલગ સ્થળ ઉપર હોળી પ્રગટાવીમાં આવી હતી. ત્યારે બજાર લાઈન હોળી મંડળ દ્વારા હોળી પ્રગટાવતા પહેલા રાષ્ટ્રીય ગીત ગાવામાં આવેલ તેમજ સાથે ધ કાશ્મીર ફાઇલ્સનું બેનર લગાવી એક વાર ખાસ આ ફિલ્મ જોવા માટેની અપીલ કરવામાં આવેલ હતી. તેમજ સાથે વિશેષતામાં ઓખા બજાર લાઈન હોળી મંડળ દ્વારા જવાનોના હસ્તે હોળી પ્રગટાવવામાં આવી હતી. આપણા દેશની સુરક્ષા અને આપણી સૌની રક્ષા કરવા માટે પોતાના પરિવારથી દૂર હોય તેમને એવું ના લાગે એના માટે બજાર લાઈન હોળી મંડળ દ્વારા નેવીના જવાનોના હસ્તે હોળી પ્રગટાવવામાં આવેલ હતી.

ઓખા મેઈન બજારમાં અંદાજિત ૭૦ વર્ષથી હોળી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઓખામાં કુલ અંદાજિત ૧૩ જગાએ હોળી પ્રગટાવવામાં આવેલ હતી. બજાર લાઈનમાં હોળીનું આયોજન બજાર ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતું.