દ્વારકાના ગોમતી ઘાટ પર ફૂલડોલ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર

ધુળેટી રમી લોકો નદીમાં સ્નાન કરવા ઉમટ્યા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ પર ફૂલડોલ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. લોકો ધુળેટી રમી નદીમાં સ્નાન કરવા આવતા ભીડ એકઠી થઈ ગઈ છે.

દ્વારકાના જગતમંદિરમાં પદયાત્રીઓ અને સ્થાનિકો કાળિયા ઠાકોરના કર્યા દર્શન બાદ મંદિર નજીક આવેલ ગોમતી નદીમાં સ્નાન કરવા પહોંચતા ઘાટ ઉપર માનવ મહેરામણ ઉમટયો છે. તેમજ યાત્રાધામ દ્વારકામાં સ્થાનિક લોકો એકબીજા સાથે ધુળેટી રમી પવિત્ર ગોમતી સ્નાન માટે ઉમટી પડ્યા છે. ત્યારે આજે હકડેઠઠ માનવમેદની એ પવિત્ર નદી ગોમતી સ્નાન કર્યું છે.