ખંભાળિયાવાસીઓએ મન ભરીને માણ્યો રંગોત્સવ, યુવાધન હિલોળે ચડ્યું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાવાસીઓએ મન ભરીને રંગોત્સવ માણ્યો હતો. અને યુવાધન હિલોળે ચડ્યું હતું.

રંગોના પર્વ ધુળેટીની આજરોજ ખંભાળિયાવાસીઓએ ઉમંગભેર ઉજવણી કરી હતી. ધુળેટીના રંગભીના પર્વ નિમિત્તે આજે સવારથી ખાસ કરીને યુવાઓમાં ઉત્તેજના સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. આટલું જ નહીં, યુવકો-યુવતીઓ સાથે બાળકોએ પણ વિવિધ પ્રકારના રંગો એકબીજાને રંગી, ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

આમ, ઉમંગ-ઉત્સાહના પર્વ ધુળેટી નિમિત્તે ઘણા સમય બાદ અબાલ-વૃદ્ધ સૌ કોઈ ભવ્ય રીતે ઉજવણી કરી હતી. ગ્રુપમાં નીકળેલા યુવાઓએ “બુરા ના માનો હોલી હૈ…” સાથે આનંદ અને ઢોલ-ત્રાસાના સંગે આ ઉત્સવને મન ભરીને માણ્યો હતો. આજે દિવસ દરમિયાન રજાનો માહોલ છવાયો હતો અને બપોર બાદ લોકોએ નજીકના ધર્મ સ્થળોએ જઈ અને આ પર્વ ઉજવ્યો હતો.