દ્વારકા જગતમંદિરમાં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ

બપોરે રાજભોગ દર્શનમાં ધામધૂમથી ઉજવાશે ફૂલડોલ ઉત્સવ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : હોળી-ધૂળેટીના પર્વને લઇને ઠેર-ઠેરથી પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા છે. ગઈકાલે લાખો ભાવિકોએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી છે. અને આજે પણ જગતમંદિરમાં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ રહ્યો છે. ત્યારે આજે બપોરે રાજભોગ દર્શનમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે.

યાત્રાધામ દ્વારકામાં આજે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જગતમંદિર તરફ ટ્રાફિક અવિરત જોવા મળી રહ્યો છે. સમગ્ર દ્વારકા તેમજ જગતમંદિર પરિસરમાં દર્શનાર્થીઓની હકડેઠઠ ભીડ જામી છે. ભાવિકોમાં કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને પણ શ્રીદ્વારકાધીશના દર્શન કરવાની ઉત્સુકતા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે જગતમંદિરમાં આજે બપોરે 1-30 વાગ્યાથી રંગોથી ફુલદોલ ઉત્સવના દર્શન અને ઉત્સવની આરતી કરવામાં આવશે.