મકનપુર ગામમાં રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ-2ની બહેનોની વાર્ષિક શિબિરનો આરંભ

દ્વારકાની શારદાપીઠ કોલેજ દ્વારા તા. 25મી સુધી આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાની શારદાપીઠ કોલેજ દ્વારા મકનપુર ગામમાં રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ-2ની બહેનોની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શારદાપીઠ કોલેજ – દ્વારકા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ-2 બહેનોની વાર્ષિક શિબિર તારીખ 19/03/2022 થી 25/03/2022 દરમ્યાન દ્વારકા તાલુકાનાં મકનપુર ગામમાં યોજવામાં આવેલ હતી. જેમાં વાર્ષિક શિબિરનું ઉદઘાટન સંસ્કૃત એકેડેમીનાં ડાયરેક્ટર ડૉ. જયપ્રકાશ નારાયણ દ્વિવેદીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ખંભાત કોલેજનાં આચાર્ય વશિષ્ટ દ્વિવેદી, કેળવણી નિરીક્ષક માંગલિયા અને મકનપુર ગામના સરપંચ જાસીબેન વિકમાં ગામના આગેવાનો શારદાપીઠ કોલેજનાં આચાર્ય ડૉ. સંદીપ એ. વાઢેર, કોલેજ સ્ટાફ તેમજ શિબિરાર્થી બહેનોની હાજરીમાં શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિર દરમ્યાન સાપ્તાહિક કાર્યક્રમની રૂપરેખા પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. હર્ષાબેન વાળાએ આપેલ હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડો.જગદીશ ટાકોદરાએ કર્યું તથા આભારદર્શન પ્રા. પી. કે. વણકરે કરેલ હતું.