હાપા-કટરા અને જામનગર-કટરા ટ્રેનના માળખામાં ફેરફાર: મુસાફરોને મળશે ફર્સ્ટ એસી કોચની સુવિધા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હાપા-કટરા અને જામનગર-કટરા ટ્રેનના માળખામાં ફેરફાર: મુસાફરોને ફર્સ્ટ એસી કોચની સુવિધા મળશે.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની બે જોડી ટ્રેનોમાં અન્ય કોચ ઉપરાંત વધારાના ફર્સ્ટ એસી કોચ ઉમેરીને આ ટ્રેનોના માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનોના માળખામાં ફેરફારોની વિગતો મુજબ ટ્રેન નંબર 12475/12476 હાપા – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એક ફર્સ્ટ એસી, એક થર્ડ એસી અને બે જનરલ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ હાપાથી 12 જુલાઈથી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી 11 જુલાઈથી જોડવામાં આવશે.

આ ઉપરાંત ટ્રેન નંબર 12477/12478 જામનગર – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એક ફર્સ્ટ એસી, એક થર્ડ એસી અને બે જનરલ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ જામનગરથી 13 જુલાઈથી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી 10 જુલાઈથી જોડવામાં આવશે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જણાવાયું છે.

ઉપરોક્ત તમામ ટ્રેનોમાં કુલ 22 કોચ હશે જેમાં 1 ફર્સ્ટ એસી, 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 6 સેકન્ડ સ્લીપર, 4 જનરલ કોચ, 1 પેન્ટ્રી કાર અને 2 જનરેટર વાન કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 12475 અને 12477 માટે ફર્સ્ટ એસી કોચનું બુકિંગ 20 માર્ચથી પી.આર.એસ. કાઉન્ટર અને આઈ.આર.સી.ટી.સી. વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોરોના સંબંધિત ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.