ગોમતી ઘાટ નજીક ભરતીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરી જીવ બચાવતી ફાયર ટીમ

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં ગોમતી ઘાટ પરથી પંચકુઇ તરફ નહાવા પડેલા ૧૫ જેટલા લોકો દરિયામાં ભરતી આવતા ફસાય ગયા હતા. ત્યારે ફાયર વિભાગે રેસ્ક્યુ કરી તમામના જીવ બચાવ્યા હતા.

દ્વારકામાં ધુળેટીના દિવસે લાખો લોકોએ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ વેળાએ દ્વારકા ગોમતી ઘાટ અને પંચકુઈ વિસ્તારમાં લાખો ભાવિકો પહોંચ્યા હતા.

ત્યારે દ્વારકામાં ગોમતી ઘાટ પરથી પંચકુઇ તરફ નહાવા પડેલા ૧૫ જેટલા પ્રવાસીઓને તબક્કાવાર દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમે બચાવ્યા હતા.
દ્વારકા ફાયર ટીમના જીતેન્દ્ર કારડીયા અને રાજેન્દ્ર પરમાર સહિત ટીમે યોગ્ય સમયે યોગ્ય કામગીરી કરી બચાવ કામગીરી કરી હતી.

તમામ લોકો ગોમતીના ઓછા પાણીમાં ગયા હતા બાદમાં ભરતી થતા તેઓને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું અને ફસાયા હતા. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. સમયસર ફાયર ટીમ પોતાની રેસ્ક્યું બોટ લઈ પહોચી પાણીમાથી તેઓને સમયસર તબક્કાવાર બહાર કાઢી તમામના જીવ બચાવ્યા હતા.