ઓખામાં રંશ ક્લિનિક તથા બારાઈ પરિવાર દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

(રીશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે રંશ ક્લિનિક તથા બારાઈ પરિવાર દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

ઓખા ખાતે રંશ ક્લિનિક દ્વારકા તથા ઓખા બારાઈ પરિવાર દ્વારા એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં બી.પી., ડાયાબિટીસ, લોહીનું ઓક્સિજનની તાપસ કરવામાં આવેલ હતી. આ કેમ્પમાં દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવેલ હતું.

જેમાં ઓખા બારાઈ પરિવારના વેપારી અગ્રણી અનુપમભાઈ બારાઈ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, રંશ ક્લિનિકના ડૉ. રાઘવભાઈ ઠાકર (MD, Physicia ), ઓખાના શાસ્ત્રી જગદીશભાઈ ભટ્ટ, ઓખા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવિણભાઇ ગોકાણી, ઓખા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ પંચમતીયા, વેપારી અગ્રણી આનંદભાઈ વિઠલાણી, મનુભાઈ ધોકાઈ, રોહિતભાઈ ગોકાણી, મેહુલ બારાઈ, ઓખા નગરપાલિકાના શાસક પક્ષના નેતા મુકેશભાઈ પાંજરીવાલા, ઓખાના ડૉ.નિશાંતભાઈ કોટેચા, દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા, ઓખા નગરપાલિકાના સદસ્ય સીમાબેન માણેક, ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્યાબેન ફોફંડી, ઓખાના વેપારી અગ્રણીઓ તથા ઓખા શહેર ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. આ સમગ્ર કેમ્પને રંશ ક્લિનિકના ડૉ. રાઘવભાઈ ઠાકર (MD Physician), ઓખાના બારાઈ પરિવાર, વેપારી અગ્રણીઓ તેમજ ભાજપના કાર્યકરો સૌ સાથે મળીને સફળ બનાવેલ હતો. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો