દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સમિતિની બેઠક સંપન્ન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષસ્‍થાને ખંભાળિયા સ્થિત કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

બેઠકમાં ધારાસભ્‍ય દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનો ત્‍વરિત નિકાલ કરવા લગત વિભાગના અધિકારીઓને જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા. ત્‍યાર બાદ સંકલન અને ફરિયાદ સમિતિના મુદા જેવા કે, લોકો તરફથી મળેલી અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ, પેન્‍શન કેશ, અવેઇટ કેઇસ, સરકારી લ્‍હેણાની વસુલાત, વગેરેના પ્રશ્‍નોની નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની દ્વારા વાંચન કરવામાં આવ્‍યું હતું. તેમજ ચર્ચા વિચારણા કરી, બાકી રહેલા પ્રશ્નોનું તાત્‍કાલીક નિરાકરણ લાવવા જણાવ્‍યું હતું.

આ બેઠકમાં ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમ, જિલ્‍લા પોલીસ વડા સુનીલ જોશી, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, ડી.આર.ડી.એ.ના નિયામક ભાવેશ ખેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ, નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સહિત સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.