ભાણવડમાં બે સ્થળોએ જુગાર દરોડામાં નવ શખ્સો ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડમાં બે સ્થળોએ જુગાર દરોડામાં નવ શખ્સો ઝડપાયા હતા.

ભાણવડ તાલુકાના રોઝડા ગામે શનિવારે સાંજે પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા દિનેશ દેવા ભાદરવડા, ભાવેશ હીરા સોરઠીયા, ભરત દેવશી ભાદરવડા, ગેલા દેવશી ભાદરવડા અને નિલેશ વેજા ભાદરવડા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 4,290 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય એક દરોડામાં ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રાત્રિના આશરે 11 વાગ્યાના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા રફીક મામદ સમા, ઈશાક ઉર્ફે ભીખુ જુસબ હિંગોરા, મજીદ ઓસમાણ સમા અને રહીમ ઉર્ફે વસીમ ઈકબાલ સમા નામના ચાર શખ્સોને પોલીસે રૂપિયા 2,640 ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા.