ખંભાળિયામાં શહેર ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજાઈ

મોટી સંખ્યામાં આગેવાનો હોદ્દેદારો જોડાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાના ખંભાળિયામાં શહેર ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો જોડાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ અને જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર ભાજપની ટિફિન બેઠક અત્રે શ્રી ઝીલણીય મહાદેવના મંદિર ખાતે યોજવામાં આવી હતી.

પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતીમાં સંગઠનની કામગીરી વિશે ઉપસ્થિત આગેવાનો-હોદ્દેદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાએ સંગઠનના થયેલા કામો વિશે ઉપસ્થિતોને જાણકારી આપી હતી.

જિલ્લા ભાજપ મહામંત્રીએ આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું હતુ. દરેક હોદેદારોએ પોતાના ઘરેથી લાવેલા ટિફિનમાંથી સામૂહિક ભોજન કર્યું હતું. જેમાં પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, કેતનભાઈ બુદ્ધભટી, પરબતભાઈ ભાદરકા, ફાલ્ગુનીબેન વ્યાસ, ધીરુભાઇ ટાકોદરા, મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી, જ્યેશ કણજારીયા, રાજીવ ભૂંડિયા, અશોકભાઈ કાનાણી, ભીખુભા જેઠવા, નાથુભાઈ વાનરીયા, ઈમ્તિયાઝખાન લોદિન, હરેશભાઈ ભટ્ટ, કિશોરભાઈ નકુમ, અરજણભાઈ ગાગિયા, કારુભાઈ માવદીયા, રેખાબેન ખેતીયા, મોહિત મોટાણી, મોહીત પંડ્યા, લખુભાઈ ચાવડા, પ્રવીણ જામજોડ, નિરવ કાવૈયા, મિલન વારીયા, યૂનુસ ચાકી, મોહસીન ચાકી, મુશતાક ખાખી, જીજ્ઞેશભાઈ પરમાર, અલ્પેશભાઈ પાથર, સુરપાલસિંહ ચુડાસમા, રાણાભાઈ ગઢવી, સહિતના હોદેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.