દેવભૂમી દ્વારકા જિલ્‍લામાં હથિયાર બંધી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમી દ્વારકા જિલ્‍લામાં હથિયાર બંધી લાગુ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.એમ.જાની દ્વારા એક હુકમ પ્રસિધ્ધ કરી, જિલ્લામાં તા.15 એપ્રિલ સુધી આ મુજબના કૃત્યો જેવા કે શસ્ત્ર, દંડ, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા કોઇ પણ પ્રકારના શારીરિક ઇજા કરી શકાય તેવા શસ્‍ત્રો અને ક્ષયકારી કે સ્‍ફોટક દારૂગોળો લઇ જવા, મનુષ્‍ય, તેના શબ કે અન્‍ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર કે પથ્થરો ફેકી શકય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુઓ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા ઉપર જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.