ભાટીયા ગામે રવિવારે નેત્ર નિદાન-સારવાર કેમ્પ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે આગામી રવિવારે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાનાર છે.

આગામી રવિવાર તારીખ 27/03/2022 ના રોજ ભાટિયા સરકારી દવાખાના ખાતે લંડન (યુ.કે.) નિવાસી નિરંજનાબેન ચંદ્રવદન મોદીના (હસ્તે મુકુંદભાઈ રસિકભાઈ સામાણી) સંપૂર્ણ આર્થિક સહયોગથી કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ ભાટિયા તથા માનવ સેવા સમિતિ ખંભાળિયાના સંયુક્ત ઉપક્રમે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સવારે 9:30 થી 12:30 સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં ઓપરેશનની જરૂર જણાતા દર્દીઓને તે જ દિવસે રાજકોટ ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે બસ દ્વારા લઈ જઈ ઓપરેશન કરી નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે. દરેક દર્દીઓ માટે આવવા-જવાની તથા ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવેલ છે. આ કેમ્પનો વિશાળ પ્રમાણમાં લાભ લેવા ભાટિયા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ ભાટીયાના પ્રમુખ કિશોરભાઇ દતાણી તથા માનવ સેવા સમિતિ ખંભાળિયાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીની યાદીમાં જણાવેલ છે.