ઓખા-ગુવાહાટી અને ઓખા-વારાણસી એક્સપ્રેસ ટ્રેનો વડોદરાના બદલે છાયાપુરી થઈને ચાલશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખા-ગુવાહાટી અને ઓખા-વારાણસી એક્સપ્રેસ ટ્રેનો વડોદરાના બદલે છાયાપુરી થઈને ચાલશે.

રાજકોટ ડિવિઝનની બે જોડી ટ્રેનોને વડોદરાના બદલે છાયાપુરી થઈને ચાલશે. આ ટ્રેનો હવે વડોદરા નહીં જાય. આનાથી વડોદરા સ્ટેશન પર એન્જિન રિવર્સલ અને જંક્શનમાં થતાં સમયની બચત થશે.

આ ટ્રેનોના કેટલાક સ્ટેશનોના આગમન પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો મુજબ ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 25 માર્ચથી વિરમગામ સ્ટેશન પર રાત્રે આઠ વાગ્યે, અમદાવાદ રાત્રે 9:25, નડિયાદ 11:29 અને રાત્રે સાડા અગિયાર વાગ્યે છાયાપુરી સ્ટેશન પહોંચશે. બાદમાં ગુવાહાટી જવા માટે પ્રસ્થાન કરશે.

ટ્રેન નંબર 22969 ઓખા – વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 24 માર્ચથી આણંદ સ્ટેશન પર રાત્રે સાડા બાર વાગ્યે તથા છાયાપુરી સ્ટેશન પર રાત્રે 1:07 વાગ્યે પહોંચશે. જે વારાણસી જવા માટે પ્રસ્થાન કરશે.

આ ઉપરાંત ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તા. 28 માર્ચથી છાયાપુરી સ્ટેશન પર સવારે 11:35 વાગ્યે, નડિયાદ 12:26 વાગ્યે તથા બપોરે 1:50 વાગ્યે અમદાવાદ પહોંચીને ઓખા જવા માટે પ્રસ્થાન કરશે. અમદાવાદ અને ઓખા વચ્ચે આ ટ્રેનના સ્ટોપેજ અને સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જ્યારે ટ્રેન નંબર 22970 વારાણસી-ઓખા એક્સપ્રેસ ટ્રેન તા. 26 માર્ચથી છાયાપુરી સ્ટેશન પર રાત્રે 7:56 વાગ્યે, આણંદ રાત્રે 8:41 કલાકે ઉપડશે અને અમદાવાદ રાત્રે 10:20 વાગ્યે પહોંચી, ઓખા પ્રસ્થાન કરશે. અમદાવાદ અને ઓખા વચ્ચે આ ટ્રેનના સ્ટોપેજ અને સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમ રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.