ઓખા પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી

ચકલી દિવસ અને વન દિવસની ઉજવણી કરી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ૨૦ માર્ચ, ૨૦૨૨ ચકલી દિવસ અને ૨૧ માર્ચ, ૨૦૨૨ આંતરરાષ્ટ્રીય વન દિવસ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવેલ હતી.

ઓખા ખાતે ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ૨૦ માર્ચ, ૨૦૨૨ ચકલી દિવસ અને ૨૧ માર્ચ ૨૦૨૨ આંતરરાષ્ટ્રીય વન દિવસ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવેલ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ચકલી માટે અલગ અલગ ચકલી ઘર તેમજ ચકલી માળો બનાવેલ હતો. તેમજ વૃક્ષારોપણ માટે રોપા માટે અલગ અલગ ફ્લાવર પ્લાન્ટ બનાવેલ હતા.

આ તકે બનાવેલ વસ્તુ ઓખા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સુરેશભાઈ ગોહીલ તેમજ ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિતભાઇ પંડ્યા તેમજ સ્ટાફને આપી મંત્રમુગ્ધ કર્યા હતા. આ તકે પ્રમુખ પ્રતિનિધિ સુરેશભાઈ ગોહીલ એ તેમજ ઓખા નગરપાલિકા ચીફ ઓફિસર અમિતભાઇ પંડ્યા એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ગત તારીખ ૧૬ થી ૨૦ સુધી સળંગ ૪ દિવસ ની રજા હોય ત્યારે ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ સમયનો સદઉપયોગ કરે તે માટે ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગના આચાર્ય ગીતાબેન શર્મા, પ્રીતિબેન ચાવડા, પારુલબેન ભરડવા, જશુબેન ચાનપા તેમજ તેમના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ગાઈડલાઇન્સ આપેલ હતી. જેનાથી વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળેલ હતો. આ તકે ખૂબ ટૂંકા સમયમાં વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ થાય તે માટે ખૂબ ટૂંકા સમય ગાળામાં ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગના આચાર્ય ગીતાબેન શર્મા એ તેમજ પ્રીતિબેન ચાવડા, પારુલબેન ભરડવા, જશુબેન ચાનપા તથા સ્ટાફે સૌ સાથે મળીને કાર્યક્રમ કરેલ હતો.

આ તકે ગીતાબેન શર્માનો રૂબરૂ સંપર્ક કરતા પૂછતાં કે આટલા ટૂંકા સમય ગાળામાં વિજ્ઞાન મેળો કરેલ ત્યારબાદ ૨૦ માર્ચ, ૨૦૨૨ ચકલી દિવસ તેમજ ૨૧ માર્ચ, ૨૦૨૨ આંતરરાષ્ટ્રીય વન દિવસ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુના પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ માટે પ્રોજેકટ કરેલ એ બાબતે તમારું શું કહેવું છે? ત્યારે તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રોજેક્ટ મારા એકલાથી નથી થતો, આમાં સૌનો સાથ હોય ત્યારે તેટલો જ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સાથ સહકારથી પ્રોજેક્ટ થાય છે તેમજ વિદ્યાર્થીનો માનસિક પણ વિકાસ થાય છે. આ તકે ખુબ જ ટૂંકા સમયગાળામાં ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સ્થાનિક લોકો અને વાલીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.