દ્વારકાની દ્વારકેશ સ્કુલ ઓફ મ્યુઝિક દ્વારા શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાની દ્વારકેશ સ્કુલ ઓફ મ્યુઝિક દ્વારા શાસ્ત્રીય સંગીતનો નિ:શુલ્ક કાર્યક્રમ યોજાયો હતો.

પવિત્ર દ્વારકા નગરીમાં શાસ્ત્રીય સંગીતના પ્રસાર પ્રચાર હેતુ રાધે ડિફરન્ટલી એબલ્ડ સંસ્થા (માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા) દ્વારકા ખાતે ભારતીય શાસ્ત્રીય સંગીતનો નિ:શુલ્ક કાર્યક્રમ યોજાયો. જેમાં ગુજરાત સરકારના રજિસ્ટર્ડ કલાકાર M.A & B.ed in Music પરષોત્તમભાઇ જે. કછેટીયા દ્વારા તાલ ત્રિતાલ, અધા તાલ વગેરે જેવા તાલોની માહિતી આપવામાં આવી તથા B.A in Music ધવલભાઇ મહેતા દ્વારા રાગ આસાવરી તથા માલકોષ રાગની માહિતી આપવામાં આવી હતી.

દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝિકના બાળકો પરમાર ભગીરથ, દેવ દીપકભાઈ દવે, પ્રણવ શ્રીમાળી, વેદ શાંતિલાલ માંગલીયા, અસવાર રોનક દ્વારા વિવિધ કલાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. દિવ્યાંગ બાળકો તથા આચાર્ય રસિકભાઈ છાયા એ પણ વિવિધ કલાઓ પ્રસ્તુત કરી હતી. આ તકે દ્વારકેશ સ્કુલ ઓફ મ્યુઝિક દ્વારા તમામ બાળકોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.