દ્વારકા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનું હિરજીબાપા માધ્યમિક શાળામાં આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખેલ મહાકુંભ અંતર્ગત દ્વારકા તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું હિરજીબાપા માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ખેલ મહાકુંભ 2022 અંતર્ગત દ્વારકા તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તારીખ 21/3થી રોજ સનાતન સેવા મંડળ સંચાલિત હિરજીબાપા માધ્યમિક શાળા દ્વારકા ખાતે યોજાઇ રહી છે. જેમાં કબડ્ડી અને ખોખો સ્પર્ધા પૂર્ણ થયેલ છે. કબડ્ડીમાં કુલ 16 ટીમે ભાગ લીધો હતો. જ્યારે ખો-ખોમાં 15 ટીમે ભાગ લીધેલ હતો.

ખેલ મહાકુંભના ઉદઘાટનમાં દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન, સનાતન સેવા મંડળમાંથી હેમાબેન, બી.આર.સી. પ્રગજીભા તેમજ કેળવણી નિરીક્ષક હેમંતભાઈ સૂવા, કન્વીનર વી. ડી. ગોજીયા હાજર રહ્યા હતા. રેફરી તરીકે મનીષભાઈ, મોહનભાઇ, કાનજીભાઈ, કલ્પેશભાઈ, કમલેશભાઈ, પ્રવીણભાઈ, વાળાભાઈ, કોશલભાઈ, ઝહીરભાઈ, વિપુલભાઈ, મંજુલાબેન, જલ્પાબેન એ ફરજ બજાવેલ હતી. તેમજ વ્યવસ્થાપક તરીકે ગિરધરભાઈ, સુજીતભાઈ, નરેન્દ્રભાઈ, ગિરીશભાઈ એ સેવા બજાવેલ છે.