(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હરિયાણા રાજ્યના સીરસા ખાતે ચાલી રહેલ 50 મી સિનિયર નેશનલ હેન્ડ બોલ ચેમ્પિયનશિપમાં જામ કલ્યાણપુર તાલુકાના જામપર ગામના જીગ્નેશ ડાભીની ગુજરાત ટીમમાં પસંદગી થતા તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
હરિયાણા રાજ્યના સીરસા ખાતે ચાલી રહેલ 50 મી સિનિયર નેશનલ હેન્ડ બોલ ચેમ્પિયનશિપમાં જામ કલ્યાણપુર તાલુકાના નાનકડા એવા જામપર ગામના રહીશ અને તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ ડાભીના ભત્રીજા જીગર ડાભી (જીગ્નેશ પરસોતમ ડાભી) ની ગુજરાત ટીમમાં પસંદગી થઈ હતી. નાનકડા એવા જામપર ગામને રાષ્ટ્ર ફલક પર લાવી, આ વિસ્તારનું ગૌરવ વધારવા બદલ ગ્રામજનો તથા શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.