મીઠાપુરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા હતા.

મીઠાપુર તાબેના મોજપ ગામે સ્થાનિક પોલીસે રાત્રિના એકાદ વાગ્યે પાડેલા જુગારના દરોડામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અમિત રાયસીભા માણેક, વાઘાબા દેવુભા માણેક, બબાભા સવાભા હાથલ, દેવશીભા મિયાઝરભા ચમડીયા, પરેશ મધુભાઈ વાળા અને જગદીશભા બાલુભા ચમડીયા નામના છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 10,890 રોકડા તથા રૂપિયા 9,000 ની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 19,890 નો મુદામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.