બારાનો યુવાન વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા આથમણા બારા ગામે રહેતા મહાવીરસિંહ મનુભા જાડેજા નામના 24 વર્ષના ગરાસીયા યુવાનને પોલીસે રૂપિયા 7,500 ની કિંમતની 15 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઇ, તેની સામે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.