ઓખાની પરિણીતાને ત્રાસ આપવા સબબ છ સાસરિયાઓ સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખાના ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં રહેતી અને ઈકબાલભાઈ જીકરભાઈ સોરાની 24 વર્ષિય પુત્રી નસીમબેન મુસ્તાકભાઈ બેતારાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ મુસ્તાક કાસમભાઈ બેતારા, કાસમ આદમભાઈ બેતારા, જેનાબેન કાસમ બેતારા, સબિર કાસમ બેતારા, સોયબ કાસમ બેતારા અને એશમાબેન સાબિર બેતારા નામના છ સાસરિયાઓએ ઘરકામ બાબતે મેણા-ટોણા મારી, શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપતા આ બનાવવા અંગે નસીમબેનની ફરિયાદ પરથી તમામ છ સાસરીયો સામે મીઠાપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 498 (એ) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.