ખેલ મહાકુંભમાં સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા લેવલે મીઠાપુરના વિદ્યાર્થીનો ડંકો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખેલ મહાકુંભમાં સ્કેટિંગ સ્પર્ધામાં 500 મીટર તથા 1000 મીટર બંનેમાં જિલ્લા લેવલે મીઠાપુરના વિદ્યાર્થીએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

રુદ્ર નિશાંત સામાણી જે મીઠાપુર ટાટા કેમ. ડી.એ.વી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. રુદ્ર એ ખેલ મહાકુંભમાં સ્કેટિંગમાં 500 મીટર તથા 1000 મીટર બંનેમાં જિલ્લા લેવલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. રુદ્ર ભણવાની સાથે રમત ગમતમાં પણ કુશળ છે. રુદ્ર એ સામાણી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તો આ બદલ રુદ્રને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.