ટીસીએસઆરડીએ ગ્રામીણ યુવાનો માટે જૉબ ફેરનું આયોજન કર્યું: 1600 ઉમેદવારો સહભાગી થયા

10 પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા 256 ગામડાઓના યુવાનોનાં ઇન્ટરવ્યૂ રોજગારી માટે લેવાયા સંસ્થાએ વર્ષ 2025 સુધી જિલ્લામાં 4000 યુવાનોને રોજગારી પ્રદાન કરવાના વિઝન હાંસલ કરવા હરણફાળ ભરી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ટાટા કેમિકલ્સની સીએસઆર સંસ્થા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ વિસ્તારમાં સંપૂર્ણ આર્થિક વૃદ્ધિને ટેકો આપવા અને નાણાકીય સ્વતંત્રતા પ્રદાન કરવા ગ્રામીણ યુવા પેઢી માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે અનેક પહેલો હાથ ધરી છે. આ અભિયાનને સુસંગત રીતે ટીસીએસઆરડીએ એના ચોથા વાર્ષિક જૉબ ફેર (રોજગારી મેળો)નું આયોજન કર્યું હતું. આ મેળામાં આશરે 256 ગામડાઓમાંથી 1600થી વધારે ઉમેદવારો સહભાગી થયા હતા, જેમાં તેમને 10 પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા રોજગારીઓ ઓફર થઈ હતી, જેમાં બેન્કો પ્રોડક્ટ (ઇન્ડિયા) લિમિટેડ, નાન્લિયુ મેનુફેક્ચરિંગ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, યઝકી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, લ્યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વોલ્ટાસ બેકો લિમિટેડ, બેન્કો ગેસ્કેટ્સ ઇન્ડિયા લિમિટેડ અને અન્ય કંપનીઓ સામેલ હતી, જેને મોટી સફળતા મળી હતી.

ત્રણ મુખ્ય શૈક્ષણિક પૃષ્ઠભૂમિ – આઇટીઆઇમાં પાસ થયેલા, ગ્રેજ્યુએટ અને એચએસસી પાસ થયેલા ઉમેદવારો આ ભરતી અભિયાનમાં સામેલ થયા હતા અને ફ્લોર-શોપ જોબ માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાંથી પસાર થઈને પસંદ થયા હતા. તેમાં સહભાગી થવા માટે નોંધણીની પ્રક્રિયા સરળ હતી, જેમાં ઉમેદવારોની નોંધણી વેબસાઇટ કે એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફતે કરવામાં આવી હતી. ટીસીએસઆરડીએ ફ્રી બસ સર્વિસ, રેસિડન્સ અને રિક્રૂટર્સ સાથે સબસિડાઇઝ કેન્ટીન જેવી સુવિધાઓ માટે વાટાઘાટ કરવામાં અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ અભિયાનમાં સામેલ થયેલા તમામ ઉમેદવારો અને કંપનીઓ પ્રક્રિયાને સરળ બનાવવા અપગ્રેડેશનના ભવિષ્યના સંદર્ભ માટે સરકારી પોર્ટલ સાથે જોડાયેલી છે. આ પહેલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકા અને 250 ગામડા તથા પોરબંદર જિલ્લાના 6 ગામડાઓને આવરી લેવામાં આવ્યાં હતાં.

ટાટા કેમિકલ્સના મેનુફેક્ચરિંગના વાઇસ પ્રેસિડન્ટ અને ફેક્ટરી મેનેજર શ્રી એન કામથે કહ્યું હતું કે, “અમારો લક્ષ્યાંક આજની યુવા પેઢીની વધતી આકાંક્ષાઓને પૂર્ણ કરવાની તક આપવાનો છે. અમે સમુદાય, જિલ્લા સત્તામંડળ અને કંપનીઓના આ પહેલને ટેકો આપવા આભારી છીએ. મેળામાં દર વર્ષે યુવા પેઢીની સફળ ભાગીદારી વર્ષ 2025 સુધીમાં દેવભૂમિ દ્વારકાના 4000 યુવાનોને રોજગારી પ્રદાન કરવાના અમારા લક્ષ્યાંકને પૂર્ણ કરવાની નજીક દોરી જાય છે.”

ટીસીએસઆરડી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની તાલીમ પણ પ્રદાન કરે છે, જેથી રોજગારીના મહત્વાકાંક્ષી બજારમાં સ્પર્ધા કરવા તેમને રોજગારી મેળવવા પર્યાપ્ત કુશળતા પ્રાપ્ત થાય છે. આ તાલીમ કૌશલ્ય વિકાસ કેન્દ્ર કે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આપવામાં આવે છે, જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામીણ યુવાનોને રોજગારી પ્રદાન આપવા માટે સક્રિયપણે કાર્યરત પણ છે. ટીસીએસઆરડી શૈક્ષણિક સંસ્થાઓ, ટેકનિકલ સંસ્થાઓ સાથે જોડાણમાં તેમની કુશળતા લાવવામાં કામ કરે છે અને સામુદાયિક વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ઊંચી અસર હાંસલ કરવા શિક્ષણ આપે છે.