રાજકોટ રેલવે ડિવિઝનના વાણિજ્ય વિભાગના 9 કર્મીઓ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત

(રિશી રૂપારેલિયા) દ્વારકા : શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ રેલવે ડિવિઝનના વાણિજ્ય વિભાગના 9 કર્મચારીઓને પ્રિન્સિપાલ સીસીએમએ સન્માનિત કર્યા હતા.

રાજકોટ રેલવે ડિવિઝનના વાણિજ્ય વિભાગના 9 રેલવે કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પશ્ચિમ રેલવેના પ્રિન્સીપાલ સીસીએમ (પ્રિન્સીપાલ ચીફ કોમર્શિયલ મેનેજર) ચર્ચગેટ રાજકુમાર લાલ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વેબિનારના માધ્યમથી આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો આપતાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે વર્ષ 2021-22માં કોમર્સ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના આ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રિન્સીપાલ સીસીએમ દ્વારા આ કર્મચારીઓને રોકડ પુરસ્કાર અને મેરિટ પ્રમાણપત્રો વર્ચ્યુઅલ રીતે અર્પણ કરવામાં આવ્યા હતા.

એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં ચંદ્રસિંહ એસ. ઝાલા (ડિવિઝનલ વાણિજ્ય નિરીક્ષક-રાજકોટ), વિશાલ ચૌહાણ (ડિવિઝનલ વાણિજ્ય નિરીક્ષક-રાજકોટ), ભરત સિંહલ (ડિવિઝનલ વાણિજ્ય નિરીક્ષક-સુરેન્દ્રનગર), કુંદન કુમાર (ડિવિઝનલ વાણિજ્ય નિરીક્ષક-દ્વારકા), હિમલ બદિયાણી (મુખ્ય ગુડ્સ સુપરવાઈઝર-રાજકોટ), ધર્મેન્દ્ર ડી ચૌહાણ (મુખ્ય ગુડ્સ સુપરવાઈઝર-રાજકોટ), આશિષ મુલીયાણી (ગુડ્સ સુપરવાઈઝર-રાજકોટ), રોજર રેમન (લગેજ સુપરવાઈઝર-રાજકોટ) અને બહાદુર એસ (હાઉસ કીપિંગ આસિસ્ટન્ટ-રાજકોટ) શામેલ છે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા ઉપરોક્ત રેલવે કર્મચારીઓને ડીઆરએમ ઓફિસ સંકુલ, રાજકોટ ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેફે એવોર્ડ મેળવનાર રેલવે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર (ફ્રેટ) પી ચંદ્રશેખર અને વાણિજ્ય વિભાગના ચીફ ઓફિસ સુપ્રિટેંડેંટ બી કે જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.