રાવલનો યુવાન છરી સાથે ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાવલનો યુવાન છરી સાથે ઝડપાયો હતો.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા વિજય બટુકભાઈ ચૌહાણ નામના 42 વર્ષના યુવાનને પોલીસે ગત રાત્રે ભાટિયાના મેઈન ગેઈટ પાસેથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.