દ્વારકામાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા મંગળવારે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મંગવારે કરવામાં આવ્યું છે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – દ્વારકાના ઉપક્રમે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ, વિનોદભાઈ ચુનીલાલ ધૃણા, જીતેન્દ્રભાઇ ચુનીલાલ ધૃણા-રાજકોટ, માતૃશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે, ચે. ટ્રસ્ટ – દ્વારકા તથા એલ. આર. ગ્રુપ – દ્વારકા તથા શિવગીગા ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકા તથા કચ્છી સમાજ, દ્વારકાના સંયુકત સહયોગથી નિઃશુલ્ક સદગુરુ ૯૧મો નેત્રયજ્ઞ યોજાશે. તારીખ ૨૯/૩/૨૦૨૨ અને મંગળવારે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી કચ્છી સમાજ ભવન, ગોમતી રોડ, રામેરામ ધર્મશાળા પાસે, દ્વારકા ખાતે નેત્રયજ્ઞ યોજાશે

આ કેમ્પમાં રણછોડબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના આંખના નિષ્ણાંત ડૉકટરની ટીમ સેવા આપશે. આંખના રોગ જેવા કે મોતીયા, ઝામર, પરવાળા વગેરે દર્દોનું નિદાન કરી દવા આપવામાં આવશે. તેમજ ઓપરેશનવાળા દર્દીઓને કેમ્પના દિવસે જ રાજકોટ લઈ જઈ આધુનિક ફેકો મશીનથી નિઃશુલ્ક આંખના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી પરત દ્વારકા લાવવામાં આવશે. દર્દીઓને રહેવા જમવા, લાવવા – લઇ જવાની વ્યવસ્થા વિનામૂલ્યો રાખેલ છે.

કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. નામ નોંધવાનુ કેમ્પના દિવસે સ્થળ પર જ સવારે ૯ થી ૧૧ સુધી રહેશે. કેમ્પ અંગેની માહીતી માટે અશ્વીન સી. ગોકાણી મો. ૯૮૭૯૧ ૭૭૧૪૦, દિલીપભાઈ કોટેચા – મીઠાપુર મો.૯૮૨૪૨૩૮૧૬૩નો સંપર્ક કરી શકાશે.