રાજ્યમાં પેલી એપ્રિલથી ફીશીંગ બોટોને ફક્ત ઓનલાઈન ટોકન અપાશે

દ્વારકાની માછીમારી બોટોનું ફરીયાતપણે ઓનલાઈન ટોકન સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

(રિશી રૂપારેલિયા)દ્વારકા : આગામી 1 એપ્રિલથી તમામ માછીમારો માટે ઓનલાઈન ટોકન લેવા ફરજીયાત કરવામાં આવ્યા છે. દરિયામાં જતા તમામ માછીમારોએ પોતાની બોટ દરિયા માં લઇ જવા ઓફલાઈન ટોકન પદ્ધતિ બંધ કરાશે. હવેથી ઓનલાઇન ટોકન સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરવા તમામ માછીમારોને સૂચના આપવામાં આવી છે. તમામ સ્થાનિક માછીમારોને ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા ટોકન મેળવવા તમામ મત્સય ઉદ્યોગ સહકારી મંડળીઓ અને એસોસીએશનના બે-બે નામ અને નંબર સ્થાનિક ફિશરીઝ કચેરીએ પૂરી પાડવા જણાવાયું છે.

ગુજરાત રાજ્ય મતસ્ય ઉદ્યોગ ખાતા દ્વારા તમામ જિલ્લાઓમાં નોંધાયેલ અને કાર્યરત તમામ માછીમારી બોટોનું ઓનલાઈન ટોકન સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવેલ છે. તા.૧૦/૦૩/૨૦૨૨ ના રોજ મત્સ્યોદ્યોગ નિયામક, ગાંધીનગરની અધ્યક્ષતામાં આયોજીત વીડીયો કોન્ફરન્સમાં આપવામાં આવેલ સૂચના મુજબ આગામી ૧-એપ્રિલ-૨૦૨૨ થી તમામ ફીશીંગ બોટોને ફકત ઓનલાઈન પધ્ધતી દ્વારા જ ટોકન આપવામાં આપવાના હોય, દેવભૂમી દ્વારકા જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્રો પર કાર્યરત તમામ માછીમારી બોટોનું ફરીયાતપણે તાત્કાલીક ધોરણે ઓનલાઈન ટોકન સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તમામ માછીમારી બોટોને ફકત ઓનલાઈન ટોકન જ ઈસ્યુ કરવામાં આવશે.

જે માછીમારી બોટોનું ‘ઓનલાઈન ટોકન સોફ્ટવેર’માં રજીસ્ટ્રેશન થયેલ નહી હોય તેવી કોઈપણ માછીમારી બોટોને માછીમારી માટે જવાના ઓફલાઈન ટોકન ઈસ્યુ કરવામાં આવશે નહી. જેથી, સમયમર્યાદામાં આ માછીમારી બોટોનું રજીસ્ટ્રેશન નહી થાય તો તેની સઘળી જવાબદારી જે-તે બોટ માલિકની રહેશે.

તમામ બોટ માલિકો અને બોટોનું રજીસ્ટ્રેશન સોફટવેરમાં થઈ જાય તે માટે તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ, એસોશીએશનના પ્રમુખો, આગેવાનો, બોટમાલિકોએ અંગત રસ લઈ આ સત્વરે આ કામગીરી પૂર્ણ કરવા તથા સ્થાનીક માછીમારોને ‘ઓનલાઈન ટોકન સોફટવેર’માં ‘રજીસ્ટ્રેશન’ તથા ‘ટોકન મેળવવા’ની કામગીરીમાં મદદરૂપ થઈ શકે તે હેતુથી જિલ્લાની તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ તથા એસોસીએશનના બે-બે પ્રતિનિધીઓના નામ તથા મોબાઈલ નંબરની માહિતી કચેરીને સત્વરે પુરી પાડવા મત્સ્યોદ્યોગ અધિક્ક્ષક, ઓખાની યાદીમાં જાણ કરવામાં આવે છે.