રાવલની સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલની સરકારી હોસ્પિટલ ખાતે વિવિધ રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામના સરકારી હોસ્પિટલ ખાતે ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ જામરાવલ દ્વારા વિવિધ રોગોના નિદાન કેમ્પ તથા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વીનુંભાઈ ગોકાણી તથા તેમની ટિમ એ કેમ્પની જહેમત ઉઠાવી હતી.

આ કેમ્પમાં આંખના રોગોમાં ડૉ. ગરેજા એ સારવાર આપી, ચામડીના રોગોમાં ડો. બેની કારડોસો એ સારવાર આપી, બાળકોના રોગમાં ડો. ખૂંટી એ સારવાર આપી, ગાયનેક વિભાગમાં ડૉ. જીગ્નેશભાઈ મોદી એ સારવાર આપી અને દાંતના વિભાગમાં ડૉ. સચિન મલી એ સારવાર આપી અને પોરબંદરના ખ્યાતનામ ડોક્ટરોએ સેવા આપી હતી.

રાવલના આજુબાજુના ગામડાઓના જરૂરિયાત દર્દીઓએ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો એ નિદાન કરાવી સારવાર મેળવી નિ:શુલ્ક સારવાર મેળવી અને અને આંખના જરૂરિયાતમંદ દર્દીઓ અને આંખનો ઓપરેશનની તારીખ આપવામાં આવી હતી. પોરબંદર ખાતે નેત્રમણી બેસાડી અપાશે.

કેમ્પમાં આંખના રોગોમાં 170, સ્કિનના રોગમાં 70, દાંત વિભાગમાં 42, ગાયનેકમાં 10, બાળકોમાં 8, આ રીતે રાવલ સરકારી હોસ્પિટલ ખાતે નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓએ વિવિધ રોગમાં નિદાન કરાવ્યું હતું. આમ, રાવલ તથા આજુબાજુના વિસ્તારના ગામડાના મોટી સંખ્યામાં લોકોએ તબીબી સેવાનો લાભ લીધો હતો.