દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં સલાયા ફાટક પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા વીર ઉર્ફે રાજુ વિજયકુમાર કેસારી નામના 54 વર્ષના પ્રૌઢને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં પ્લેઝર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો. ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા દેવાત ઉર્ફે દેવા ધના મોરી નામના 45 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે ત્રણ પાટીયા આગળથી ₹ 10,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભાણવડના કાકરવાડી વિસ્તારમાં રહેતા કલ્યાણ ઉર્ફે પપ્પુ રામદાસ રાઠોડ નામના 30 વર્ષના યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં ₹ 20,000 ની કિંમતના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પરથી જ્યારે તાલુકાના મોરજર ગામના દિલીપ ઉર્ફે દિલો મૂળજીભાઈ મંગેરા નામના 45 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા દસ હજારની કિંમતના બજાજ ડિસ્કવર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઈ આ શખ્સો સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.