જામરાવલમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધો. 10ના પરીક્ષાર્થીઓને કુમકુમ લગાવી શુભેચ્છા અપાઈ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકા જિલ્લાના જામરાવલમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધો. 10ના પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરાયું અને મીઠાઈથી મોં મીઠાં કરાવાયા હતા.

જામરાવલમાં ધોરણ 10 બોર્ડ પરીક્ષા આજ રોજ શરુ થતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરાયું અને મીઠાઈથી મોં મીઠાં કરાવી રાવલ ભાજપ મહિલા મોરચા દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામા આવી હતી.