કુવાના પાણીમાં ડૂબી જતા ભીંડા ગામના યુવાનનું અપમૃત્યુ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા હિતેશભાઈ દેવશીભાઈ કારેથા નામના 22 વર્ષના યુવાન ગત તારીખ 17 મીના રોજ ભૂલથી જંતુનાશક દવાવાળું પાણી પીધા બાદ કુવામાં પડી જતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા દેવશીભાઈ ખીમાભાઈ કારેથાએ અહીંની પોલીસને કરી છે.