શિવરાજપુર બીચ ખાતે સમી સાંજે સાંસ્કૃતિક અમૃત યાત્રાનો રંગારંગ કાર્યક્રમ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બ્લ્યુ ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે ગઈકાલે સમી સાંજે સાંસ્કૃતિક અમૃત યાત્રાનો રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વારકાના પ્રખ્યાત બ્લ્યુ ફ્લેગ ધરાવતા શિવરાજપુર બીચ ખાતે ગઈકાલે સમી સાંજે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘સાંસ્કૃતિક અમૃત યાત્રા’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો તથા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગોને વણી લઈને તૈયાર થયેલ અદ્ભુત મલ્ટી મીડિયા શો રજૂ કરાયો હતો અને ૧૨૫ જેટલા કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવેલ હતી.

કાર્યક્રમમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, નાટય લેખક નિસર્ગ ત્રિવેદી સહિત અનેક નામી કલાકારોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મેગા કાર્યક્રમને ગુજરાત પ્રવાસન નિગમ, જીલ્લા વહીવટી તંત્ર, દ્વારકા નગરપાલિકા અને માહિતી વિભાગ સહિતના વિભાગોનો સહકાર મળ્યો હતો.