દ્વારકામાં શુક્રવારે ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ – દ્વારકા દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક (ફ્રી) વિતરણ કરવામાં આવશે.

હાલમાં હવા પ્રદૂષણ તેમજ અવાજ પ્રદૂષણના કારણે ચકલીઓ તેમજ અનેક નાના પક્ષીઓ લુપ્ત થવાને આરે છે ત્યારે લોકોમાં ચિચિબાઈ ચકલી માટે વિશેષ જાગૃતતા કેળવાઈ તેવા શુભ હેતુસર દ્વારકાની સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક (ફ્રી) વિતરણ તા. ૧-૪-‘૨૨ને શુક્રવારના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે હોટેલ શિવ, ત્રણ બતી ચોક, પાસે કરવામાં આવશે. તો દ્વારકાના દરેક પક્ષીપ્રેમી લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.