દ્વારકા જિલ્લામાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા જિલ્લામાં પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મીઠાપુર નજીક આવેલી ભીમરાણા ચેકપોસ્ટ પાસેથી સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહેલા ચેકિંગમાં રાત્રિના એકાદ વાગ્યાના સમયે રૂપિયા એક લાખની કિંમતની જી.જે. 11 ડબલ્યુ 0578 નંબરની તુફાન જીપ લઈને નીકળેલા દ્વારકા તાલુકાના કલ્યાણપુર ખાતે રહેતા ધાંધાભા નુંઘાભા માણેક નામના 28 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા મનસુખ મંગાભાઈ સોલંકી નામના 34 વર્ષના શખ્સને પોતાના જી.જે. 37 યુ. 0763 નંબરના છકડા રીક્ષાને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવીને નીકળતા દ્વારકા પોલીસે રબારી ગેઈટ પાસેથી રાત્રિના એક વાગ્યે ઝડપી લીધો હતો.

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામેથી ગત સાંજે પોલીસે લાલપુર તાલુકાના સિંગચ ગામના રહીશ ડાયા જેઠા ઢચા નામના 45 વર્ષના યુવાનને જી.જે. 10 એ.કે. 9847 નંબરના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લીધો હતો.