દરિયામાં પરવાના વગર માછીમારી કરતા ભરાણા અને દ્વારકાના શખ્સો સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દરિયામાં પરવાના વગર માછીમારી કરતા ભરાણા અને દ્વારકાના શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા તાલબ ઇસ્માઈલ ચમડીયા નામના 38 વર્ષના માછીમાર યુવાને તેની પાસેની અબ્બાસી નામની બોટમાં સક્ષમ અધિકારીની મંજૂરી તથા ટોકન લીધા વગર ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરતા તેની સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ જ રીતે દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા હનીફ અલી મનસૂરી નામના 34 વર્ષના મુસ્લિમ યુવાને ફીસરીઝ કચેરી દ્વારા ઈસ્યુ કરવામાં આવતા પરવાના/કોલ લીધા વગર માછીમારી કરવા જતા સ્થાનિક પોલીસે ઉપરોક્ત આસામી સામે ટોકન વગર દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા સબબ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી હતી.