‘દ્વારકા સંકીર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રમભિક્ષુ મહારાજની પુણ્યતિથી નિમિત્તે મહુવા જવા બસની વ્યવસ્થા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા સંકીર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રમભિક્ષુ મહારાજની પુણ્યતિથી નિમિત્તે મહુવામાં યોજાનાર મહોત્સવમાં જવા ભાવિકો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રમભિક્ષુ મહારાજનો 52મી પુણ્યતિથી મહોત્સવ મહુવા ખાતે આગામી તારીખ 21/04/2022 ના ઉજવવામાં આવશે. આ પ્રસંગમાં સહભાગી થવા દ્વારકા સંકીર્તન મંદિર ટ્રસ્ટ તરફથી સ્પેશિયલ બસ દ્વારા કાર્યક્રમસ્થળે જવાનું આયોજન કરેલ છે.

આગામી તારીખ 19/04/2022 ને સવારે 6:00 કલાકે દ્વારકા સંકીર્તન મંદિરથી પ્રયાણ કરી સોમનાથ મહાદેવના દર્શન અને બપોરના ભોજન બાદ જાફરાબાદ પહોંચી ત્યાં રાત્રી રોકાણ કરાશે. તારીખ 20/04/2022ને જાફરાબાદથી સવારે નીકળી બગદાણા ખાતે દર્શન પ્રસાદી બાદ મોગલધામ ઉચાકોટડા ચામુંડા માતાજીના દર્શન બાદ મહુવા પહોંચશે. તારીખ 21/04/2022ને પુણ્યતિથિ ઉત્સવમાં સંપૂર્ણ રીતે સહભાગી થઈ રાત્રે પ્રસાદ બાદ દ્વારકા માટે રવાના થશે.

આ ઉત્સવમાં આવવા ઇચ્છતા દરેક વ્યક્તિદીઠ બસ ભાડું, રહેવાની, ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે રૂપિયા 1500 રાખેલ છે. જેની સર્વે નોંધ લેવા યાદીમાં જણાવાયું છે

.