દ્વારકા ગૂગળી બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા શુક્રવારથી રામ પારાયણ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત મહિલા મંડળ દ્વારા રામ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત મહિલા મંડળ સંચાલિત રામ પારાયણ યોજવામાં આવેલ છે. જેનો પ્રારંભ તા. ૧-૪-‘૨૨ને ફાગણ વદ અમાસ શુક્રવારથી વિરામ તા. ૧૧-૪-‘૨૨ને ચૈત્ર સુદ ૧૦ને સોમવાર દરમિયાન બપોરે ૧:૩૦થી બ્રહ્મપુરી નં.૧ ખાતે આયોજન કરેલ છે. તો સર્વ રામનામપ્રેમી ભક્તોએ લાભ લેવાનું ભાવભર્યું નિમંત્રણ મહિલા મંડળ સમિતિની યાદીમાં આપવામાં આવ્યું છે.