વરવાળામાં અબ્બા બાપુની દરગાહમાં કોમી એકતા સાથે ઉર્ષ ઉજવાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના વરવાળા ખાતે અબ્બા બાપુની દરગાહ ખાતે ત્રીદિવસીય ઉર્ષ મહોત્સવ યોજાયો હતો.

દેવભૂમિ દ્વારકાના વરવાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આબા બાપુની દરગાહ ખાતે ઉર્ષનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અબ્બા બાપુ ઉર્ષની અંદર ત્રણ દિવસીય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ એક થઈ અને ઉર્ષની ઉજવણી કરે તથા ઉર્ષમાં આવતા લોકોના મનોરંજન માટે મેળાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ સમગ્ર ઉર્ષમાં રામ અને રહીમ બંનેની મીસાલ બનતો કવ્વાલી તથા ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ હતું.

આ ઉર્ષમાં દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પોલીસ દ્વારા ચાંપતી નજર અને ખૂબ જ કડક બંદોબસ્ત રાખવામાં આવેલ હતો તથા ત્રણ દિવસ પોલીસ સ્ટાફ દ્વારા ખડેપગે રહીને કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખૂબ જ સારી એવી કામગીરી ઓખામંડળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.