ભાણવડમાં જુગાર રમતા દંપતી સહિત ત્રણ ઝડપાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલા સીતાબેન લાલજીભાઈ કેશાભાઈ મકવાણા, લાલજીભાઈ કેશાભાઈ મકવાણા અને હનીફ ઈબ્રાહીમ નાઈ નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 5,820 નો મુદ્દામાલ કબજે કર્યો છે.