મીઠાપુરની બાળા પર બે શખ્સો દ્વારા દુષ્કર્મ: મદદગારી કરવા સબબ મહિલા સામે પણ ગુનો

(કુંજન રાડિયા)

જામ ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર પંથકમાં રહેતી સાત વર્ષીય એક બાળા પર દુષ્કર્મ ગુજારવા સબબ બે શખ્સો સામે તથા આ શખ્સોને મદદગારી કરનારા મહિલા સહિત કુલ ત્રણ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ જધન્ય બનાવવાની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારની સાત વર્ષ ત્રણ માસની વયની બાળાને આરંભડાની જય અંબે સોસાયટી વિસ્તારમાં રહેતો દાઢીવાળો એક છોકરો આ વિસ્તારમાં આવેલા ઓમ ટ્યુશન ક્લાસીસ તથા આ જ વિસ્તારમાં રહેતા વિભાબેન મયુરભાઈ મોદી નામના એક મહિલાના રહેણાંક મકાનમાં લઈ જઈ અને ગુપ્ત ભાગે આંગળી પ્રવેશ કરી અને દુષ્કર્મ ગુજાર્યાનું જાહેર થયું છે. આ જ રીતે જય અંબે સોસાયટીમાં રહેતો લાલો મુસલમાન નામનો એક શખ્સ પણ આ બાળાને વિભાબેન મયુરભાઈ મોદીના રહેણાંક મકાનમાં મોઢે મુંગો દઈને લઈ ગયા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે છેલ્લા 15 દિવસ દરમિયાન ત્રણેક વખત દુષ્કર્મ ગુજારવા સબબ બાળાના માતાએ મીઠાપુર પોલીસ મથકમાં જય અંબે સોસાયટીમાં રહેતો દાઢીવાળો છોકરો તથા લાલો મુસલમાન નામના બે શખ્સો ઉપરાંત મદદગારી કરવા સબબ વિભાબેન મયુરભાઈ મોદી સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આથી મીઠાપુર પોલીસે ઉપરોક્ત આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 376 (એ-બી) 114 તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી મીઠાપુર ના પી.આઈ. જી.આર. ગઢવી દ્વારા બાળાની તબીબી ચકાસણી તેમજ આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.