દ્વારકા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા તમામ બિલો મંજુર કરી રકમની ફાળવણી કરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા તમામ બિલો મંજુર કરી રકમની ફાળવણી કરાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યનો છેવાડાનો તથા અન્ય જિલ્લાઓ કરતાં નાનો જિલ્લો હોવા છતાં અનેક બાબતે આગળ પડતો રહ્યો છે. શૈક્ષણિક વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી અગાઉ કરી ચૂકેલા જિલ્લામાં અહીંની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ઉત્તમ કામગીરીની પ્રશંસારૂપ બની છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ પેન્ડિંગ બિલો માટે અગાઉથી જ ગ્રાન્ટની વ્યવસ્થા કરી અને જિલ્લાની પૂરતી ગ્રાન્ટ મળે તે માટેનું આયોજન કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રેઝરી અધિકારી જયશ્રીબેન ગોવાણી સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંકલન કરીને આચાર્ય સંઘના અગ્રણી કે.ડી. ગોકાણી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફના પ્રયાસોથી તમામ બાકી બોલો મંજૂર કરવામાં આવ્યા છે.

હાલ છેલ્લા દિવસોમાં એક પણ બિલ પેન્ડિંગ ના રહેતા તમામ બિલની રકમ પણ કર્મચારીઓના ખાતામાં જમા થઈ જતા કચેરીની આ ઝડપી કામગીરી આવકારદાયક તથા પ્રેરણારૂપ બની હતી.